ખજૂર ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, તમે તે જાણીને રહિ જશો દંગ…
ખજૂર આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફ્રૂટ્સમાંથી એક છે. રોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને અઢળક પોષક તત્વો મળી રહે છે અને ઘણાં રોગો પણ દૂર રહે છે.
ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધી પણ છે.
ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાઇબર, મેગ્નેશ્યમ, ક્રોમિયમ જેવાં વિવિધ મિનરલ્સ મળી રહે છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.
શિયાળામાં ખાસ ખજૂર પાક બનાવીને ખાવાથી શરીરને ભરપૂર પોષણ અને ફાયદા મળી રહે છે. ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.
દિવસ દરમિયાન 5-6 ખજૂર ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી રહે છે દરરોજ ખજૂર ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજનમાં પણ વધારો થાય છે. શરીરને પૂરતું પોષણ મળી રહે છે.
જો ખજૂર ખાવી ન હોય તો બપોરે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું. એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે.