ઉનાળામાં શેરડીનો રસ પિવાથી થાય છે ગજબ ના ફાયદાઓ…

ગરમીમાં તાજગી અને ઠંડક માટે ઘણા પ્રકારના કોલ્ડડ્રિન્કનું સેવન કરતા હોય છે. પરંતુ ઉનાળામાં કોઈ ડ્રિન્કની જગ્યાએ શેરડીના રસનું (Sugarcane juice) સેવન કરવામાં આવે તો તમને તાજગી અને ગરમીથી રાહત મળે છે.

શેરડીના રસમાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વ હોય છે. આ સિવાય શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણ પણ હોય છે. શેરડીના રસનું સેવન ફક્ત કેન્સરના ખતરાથી જ નથી બચાવતું, પરંતુ કિડની સ્ટોન કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને મેંગનિઝ હોય છે.

કેન્સરનો ખતરો થાય છે દૂર
શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. તેના એન્ટી કેન્સર ગુણને લીધે જ્યારે તમે શેરડીનો રસ પીતા હોય ત્યારે તે કેન્સરના વધતા કોષોને રોકે છે અને તમે કેન્સરના જોખમથી બચી શકો છો. આ સિવાય જો તમે આ ગંભીર રોગથી પીડિત છો તો તે તમને તેના જોખમથી બચાવવામાં પણ ઘણી મદદ કરે છે.

કમળાને મટાડવામાં મદદરૂપ
કમળાને દૂર કરવામાં શેરડીનો રસ મદદરૂપ છે. આ સિવાય થોડા દિવસ લગાતાર શેરડીનો રસ પીવાથી ફાયદો થાય છે.

એનર્જી મળે છે
શેરડીના રસનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે. શેરડીનો રસ પીવાથી તાજગી મહેસુસ થાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ
શેરડીના રસનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં ઘણું ફાયદેમંદ રહે છે. શેરડીના રસમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે પેટને ઘણા સમય સુધી ભરેલું રાખે છે. શેરડીનો રસ પીધા બાદ લાંબા સમય સુધી કંઈ ખાવાની ઈચ્છા થતી નથી.

ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે સેવન
ડાયાબિટીસના દર્દીઓ પણ શેરડીનો રસ પી શકે છે. આ રસમાં આઈસોમલ્ટઝ નામનું તત્વ હોય છે. જેમાં ગ્લાયકેમિકનું પ્રમાણ ઓછું હોય છે. આ કારણે તેને નુકસાન થતું નથી.

ઈમ્યુનિટી વધારે છે
શેરડીનો રસ પીવાથી ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ મળે છે. ઉપરાંત, ઈમ્યુનિટીમાં પણ વધારો થાય છે.

શરદીની સમસ્યા કરશે દૂર
શેરડીનો રસ પીવાથી શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓ દૂર કરવામાં ઘણી મદદ મળે છે. આ સાથે જ કાકડાની સમસ્યા ઓછી કરવામાં પણ તે મદદગાર છે.

નખને બનાવે શાનદાર
જો તમારા નખ ખુબ શુષ્ક હોય છે અને વારંવાર તૂટી જાય છે તો પછી આ સમસ્યાને દૂર કરવા માટે તમે થોડા દિવસ માટે સતત શેરડીનો રસ પી શકો છો.

કરચલીઓ દૂર કરશે
શેરડીનો રસ પીવાથી ચહેરા પરની કરચલીઓ અને પિગમેન્ટેશન દૂર થાય છે. એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે ફ્રી રેડિકલની અસરને ઘટાડવામાં મદદ કરે છે.

કિડની સ્ટોનને દૂર કરવામાં કરે છે મદદ
શેરડીનો રસ કિડનીના સ્ટોનને દૂર કરવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, કિડનીમાં સ્ટોનની સ્થિતિમાં ડોકટરોને શેરડીનો રસ પીવાની સલાહ પણ આપવામાં આવે છે. હકીકતમાં શેરડીના રસમાં એસિડિક ક્ષમતા હોય છે, જેના કારણે કિડનીનો સ્ટોન ધીમે ધીમે ગળી જાય છે અને તેને નાનું બનાવે છે અને પેશાબ દ્વારા પણ બહાર કાઢે છે. તેથી જો તમે આ કિડની સ્ટોનથી પરેશાન છો અથવા આ ભયથી બચવા માંગો છો તો પછી શેરડીનો રસ પીવો તમારા માટે ફાયદાકારક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *