માત્ર રસોઈનો સ્વાદ વધારવા જ નહી પણ જાયફળના છે અનેક ફાયદા, તે જાણીને તમને નવાઇ લાગશે….

રસોઈઘરમાં જે મોટા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં એક જાયફળ પણ છે. તેનાથી રસોઈનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તેના ઉપયોગથી ભોજન સ્વાદિષ્ટ થાય છે. ઉપરાંત સુગંધમાં પણ વધારો થાય છે. જાયફળમાં અન્ય પણ કેટલાક ગુણ છે કે જે રસોઈ સિવાય પણ ઘણી જગ્યાએ કામ આવી શકે છે. ઘણી શારીરિક બીમારીઓથી લઈને ત્વચા સંબંધિત સમસ્યાઓ સુધી જાયફળનું સેવન અને લેપ કામ લાગે છે. તેમાં ઘણી પ્રકારના પોષક તત્વો જેવા કે તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામિન બી-૧ અને બી-૬ વગેરે પ્રચુર માત્રામાં હોય છે. એટલા માટે જ ઘણા સમયથી આપણા પૂર્વજો પણ જાયફળનો ઉપયોગ કરતા આવ્યા છે. તો ચાલો જાણીએ જાયફળના કેટલાક ફાયદા.

દૂર કરે અશુદ્ધિ

શરીરમાં જે અશુદ્ધિઓ રહેલી હોય છે તે જાયફળનું સેવન કરવાથી બહાર નીકળી જાય છે. કિડની અને લીવરમાં જે વિષાક્ત પદાર્થો રહે છે તેમને પણ જાયફળ બહાર કરી દે છે. શ્વાસમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ જાયફળનું સેવન લાભકારી માનવામાં આવે છે. એન્ટી બેક્ટેરિયલ ગુણને કારણે જાયફળ મોઢામાં રહેલા ખરાબ જીવાણુઓને હટાવી દે છે. તેનાથી બદબૂ પેદા કરવા વાળા જીવાણુઓ દૂર થાય છે અને ખરાબ શ્વાસની સમસ્યાથી છુટકારો મળે છે.

જૂની ઈજાનું નિશાન

ઘણી વખત એવું બને છે કે જ્યારે ઈજા થાય ત્યારે દુખાવો ઠીક થઈ જાય છે પરંતુ તેનું નિશાન વર્ષો સુધી રહે છે. ડોકટર પાસે જઈએ ત્યારે તે ઘણી પ્રકારના ક્રીમ લગાવવા માટે આપે છે. ઘણા ક્રીમ ત્વચા પર સૂટ કરતા નથી. એવામાં જાયફળમાં સરસવનું તેલ મિક્સ કરીને માલિશ કરવાથી કેટલાક સમયમાં જ જૂનની ઈજાનુ નિશાન હળવું પડવા લાગે છે. ધીરે-ધીરે આ નિશાન શરીરમાંથી ગાયબ થવા લાગે છે.

ખીલથી છુટકારો

જાયફળને ઘસીને તેમાંથી જે રસ નીકળે તેને દૂધના કેટલાક ટિપા સાથે મિક્સ કરી તેમાં ગુલાબજળ ઉમેરી ચહેરા પર લગાવી શકાય છે. આવું કરવાથી જાયફળમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે ચહેરા પર ખીલથી મુક્તિ મળે છે. ચહેરા પર પેસ્ટ લગાવ્યા બાદ થોડો સમય પછી તેને હળવા ગરમ પાણીથી ધોઈ લેવો જોઈએ. આ રીતે ત્વચા પર ખીલની સમસ્યાથી છુટકારો મળે છે અને ત્વચા ચમકવા લાગે છે.

અનિદ્રામાં લાભ

જો તમે એવા લોકોમાંથી એક છો જેમને રાત્રે ઊંઘ નથી આવતી અને પરેશાની થાય છે તો જાયફળ તમારી મદદ કરી શકે છે. તેના માટે દરરોજ રાતે જાયફળને ઘસીને તેનો રસ એક ગ્લાસ ગરમ દૂધમાં ઉમેરી દેવો. રાત્રે સુતા પહેલા તેને પી લેવું. આવું કરવાથી તમને ખૂબ જ સારી ઊંઘ આવશે. સૌથી મોટી વાત તો એ છે કે તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવથી મુક્ત રહી શકશો.

લક્વામાં ફાયદો

જાયફળ લકવામાં પણ ફાયદો પહોંચાડે છે. લકવાનો પ્રભાવ શરીરના જે અંગો પર હોય ત્યાં જાયફળને પાણીમાં ઘસીને તેનો લેપ કરવો જોઈએ. આવું કરવાથી ખૂબ જ જલ્દી ચમત્કારિક પરિણામ જોવા મળે છે. તેનો લેપ તમારે બે થી ત્રણ મહિના સુધી નિયમિત રૂપે ધીરજ સાથે કરવો જોઈએ. ત્યારબાદ પૂરી સંભાવના છે કે ધીરે-ધીરે તમારા અંગો કામ કરવાનું શરૂ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *