શું તમે જાણો છો ?? ધાણાએ સ્થૂળતા અને ડાયાબિટીસ માટેનો છે રામબાણ ઇલાજ…

ધાણાએ રસોઈ નો સ્વાદ વધારે છે.ધાણા એટલે કે મોટા ભાગના લોકો ધાણાની ભાજી જ સમજે છે પરંતુ તમને જણાવી દઇએ કેધાણા એટલે કે કોથમીર નહીં પરંતુ આખા ધાણા પણ ખૂબ જ ઉપયોગી છે.ધાણાએ ભારતીય રસોડાનો એક જાદુઈ મસાલો છે.

જેસ્વાસ્થ્ય માટે ઘણા ઉત્તમ છે.આખા ધાણાનો ઉપયોગ સગાઈ જેવા વગેરે ભારતીય સામાજિક પ્રસંગોમાં ગોળ સાથે વપરાયછે.કારણ કે ધાણા પાચન ક્રિયાને વધારે છે અને આંતરડા સંબંધી મુશ્કેલીઓ જેવી કે સોજો, ગેસ્ટ્રો, ડાયરિયા અને ઉલ્ટી જેવીપરેશાનીને દૂર કરે છે.

ધાણાના બીજમાં વધારે ક્ષમતા હોય છે જેથી લીવર પણ સારી રીતે કામ કરી શકે છે.તેમાં ઘણા બધા ડાયટરી ફાઇબર્સ, ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ પણ પૂરતા પ્રમાણમાં છે. જેથી ધાણા વજન ઘટાડવા મદદ કરે છે.

ધાણામાં આયર્ન, ઝિંક, કોપર અને અન્ય જરૂરી તત્વો ભરપૂર(વધારે) માત્રામાં હોય છે. જે હૃદયને સુરક્ષિત રાખે છે અને રેડ બ્લડ સેલ્સની માત્રા વધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ વધારે ફાયદાકારક છે. ધાણામાં પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ અને અન્ય ઘણા જરૂરી તત્વો હોય છે.

જેથી બ્લડ સુગરને નિયઁત્રણ કરવામાં મદદ કરે છે. જેથી ધાણા સ્થૂળતા ઓછી કરવામાં મદદ કરે છે. ધાણા કૉલેસ્ટરોલવાળા વ્યક્તિઓ માટે વધારે ફાયદાકારક છે.

ધાણામાં બેડ કૉલેસ્ટરોલને ઓછું કરવાની તાકાત છે. અને ગુડ કોલેસ્ટરોલના પ્રમાણને વધારે છે. જેથી ધાણા પાચન સંબંધી રોગો માટે રામબાણ કહેવાય છે.

ધાણામાં વિટામિન બી, સી, કે અને અન્ય મિનરલ્સ યોગ્ય માત્રામાં હોય છે જે ત્વચા તથા વાળમાટે ઉપયોગી છે. જો તમારા ખોરાકમાં ધાણા સામેલ છે તો ત્વચાસુંદર અને તંદુરસ્ત દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *