બોલીવુડની બેબો કરીના કપૂરે શેર કર્યા નવા ઘરના ફોટાઓ, જુઓ તેના સુંદર ફોટાઓ…
બોલીવુડની બેબો કરીના કપૂર ખાન આજકાલ તેની પ્રેગ્નન્સીને લઈને હેડલાઇન્સમાં રહે છે અને અવારનવાર તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બીજી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને કપૂર પરિવારમાં ટૂંક સમયમાં જ એક નાના મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં આખા પરિવારમાં ખુશીનો માહોલ છે અને ચાહકો કરીનાના બીજા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે તાજેતરમાં જ કરીનાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે એક ઈન્ટિરિયર ડિઝાઇનર સાથે પોતાનું નવું ઘર ડિઝાઇન કરતી જોવા મળી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાના આ નવા ઘરને કરીનાએ પોતાનું ડ્રીમ હોમ જણાવ્યું છે. કહ્યું છે અને પોસ્ટ શેર કરતા કરીના એ લખ્યું છે કે આ મારું સપનાનું ઘર છે.
જણાવી દઈએ કે કરીના મુંબઇમાં તેના પરિવાર સાથે ફોર્ચ્યુન હાઇટમાં રહે છે અને આ ઘર તેના જૂના ઘરથી થોડે દૂર છે અને તેના આ નવા ઘરમાં ઈંટિરિયરનું કામ ખૂબ જ જોર શોરથી ચાલી રહ્યું છે અને કરીના પોતાના આ ડ્રીમ હોમને પોતાની ઇચ્છા મુજબ સજાવવા ઇચ્છે છે તેને આ નવા ઘરમાં કોઈ પણ ચીજની કમી રાખવા ઇચ્છતી નથી.
જણાવી દઈએ કે કરીનાએ ઘરની અંદરની કેટલીક તસવીરો પણ શેર કરી છે અને આ ઘરમાં તેની સૌથી ફેવરિટ જગ્યા તેના નવા ઘરની લાઇબ્રેરી છે અને તેની આ પોસ્ટમાં તેણે પોતાના ઘરની લાઈબ્રેરીની તસવીર પણ પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે કરીના અને સૈફ બંને માટે ઘરની લાઇબ્રેરી સૌથી ખાસ જગ્યા માંથી એક છે અને તે બંને ઘણીવાર અહિં તેમનો ફ્રી ટાઈમ સાથે પસાર કરતા જોવા મળે છે.
જણાવી દઈએ કે કરીનાને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે અને તે પોતાનો મોટાભાગનો સમય લાઈબ્રેરીમાં પુસ્તકો સાથે પસાર કરે છે અને ઘણીવાર પુસ્તકો વાંચતા કરીના તેની તસવીરો પ્ણ શેર કરતી રહે છે. અને જો વાત કરીએ કરીનાના વર્ક ફ્રન્ટની તો બેબો તેની પ્રેગ્નેંસીમાં પણ ખાલી નથી બેઠી અને પોતાને હંમેશા એક્ટિવ રાખે છે અને તેનું માનવું છે કે મા તેની પ્રેગ્નેંસીમાં એક્ટિવ રહે તો તેનું બાળક પણ ખૂબ એક્ટિવ અને હેલ્ધી બને છે.
હાલમાં જ કરિનાએ તેની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું છે અને ઉપરાંત તે આ દિવસોમાં તેના ટીવી શો ‘વોટ વુમન વોન્ટ’ ના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે અને કૈફ ઘણી એડમાં પણ કામ કરી રહી છે. આ ઉપરાંત કરીના આ દિવસોમાં તેના પરિવાર સાથે ઘણો સમય પસાર કરી રહી છે અને તાજેતરમાં જ તેના ઘરે ન્યુ યર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના બધા સભ્યો ખૂબ જ સુંદર સ્ટાઈલમાં જોવા મળ્યા હતા