કાચુ દૂધ છે સુંદર દેખાવાનો રામબાણ ઈલાજ…. જાણો કઇ રીતે ???
સુંદર દેખાવું કોને પસંદ નથી. દરેક લોકો ભીડમાં અલગ અને સુંદર દેખાવા ઈચ્છે છે. જોકે આ ચક્કરમાં તે બ્યુટી પાર્લર અને મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પર ઘણો ખર્ચ પણ કરે છે.
બજારમાં મળતા આ બ્યૂટી પ્રોડક્ટસમાં ઘણા પ્રકારના હાનિકારક કેમિકલ્સ પણ હોય છે. તેઓ તમારી ત્વચાને લાંબા ગાળે ખરાબ કરે છે. આ કિસ્સામાં, ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે.
આજે અમે તમને કાચા દૂધથી સુંદર દેખાવાનો રામબાણ ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ. આજ સુધી તમે દૂધનો ઉપયોગ માત્ર સ્વસ્થ રહેવા માટે કરતા હશો.
પરંતુ કાચું દૂધ તમારી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ચોંકાવનારા ફાયદાઓ મળી શકે છે.
કાચું દૂધ અને ગાજર:
એક વાસણ લો અને તેમાં બે થી ત્રણ ચમચી કાચું દૂધ અને ગાજરનો રસ નાખો. હવે તેમાં એક ચમચી દહીં નાખો. તેને બરાબર મિક્સ કરીન એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો. તેને 15 મિનિટ માટે રહેવા દો. પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી તમારી ત્વચા પર ચમક આવશે અને તેની સફાઈ પણ સારી રીતે થઈ જશે.
કાચું દૂધ અને હળદર:
એક ચમચી કાચા દૂધમાં એક ચપટી હળદર નાખો. હવે તે બંનેને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટ દસ મિનિટ માટે તમારા ગળા અને ચહેરા પર રહેવા દો. પછી તેને પાણીથી ધોઈ લો. તમારી ત્વચામાં ગ્લો જોવા મળશે.
કાચું દૂધ અને મધ:
એક વાટકી લો અને તેમાં બે ચમચી દૂધ અને એક ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો. હવે તેને 15 મિનિટ માટે ચહેરા પર રાખો અને ત્યાર પછી તેને પાણીથી ધોઈ લો. તમારા ચહેર પર ચમક આવશે. તમે આ પેસ્ટ તમારા વાળમાં પણ લગાવી શકો છો. વાળમાં તેને 20 મિનિટ સુધી રાખવું પડશે. પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. તમારા વાળ સિલ્કી અને ચમકદાર બનશે