કેળાની છાલ છે ઘણી સમસ્યાનો રામબાણ ઇલાજ, તો જાણો તેના અદભુત ફાયદાઓ…

કેળા ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કેળા ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી નથી આવતી. કેળામાં વિટામિન્સ, મિરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. કેળામાંથી આપણને ઘણું કેલ્શિયમ મળે છે અને તે હાડકાની મજબૂતી માટે ખુબ જ જરૂરી છે પરંતુ શું તમને ખબર છે.

કેળાની છાલ પણ ખુબ જ ફાયદાકારક છે. તેના ફાયદા વિશે ક્યારેય તમે નહિ સાંભળ્યું હોય.. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે. કેળાની છાલ માં ફાયબરને કારણે કેળાની છાલ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.

કેળાની છાલમાં વિટામિન-એની હાજરી જોવા મળે છે. જે ઈમ્યુનિટીને મજબૂત કરીને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી થાય છે. જો તમે રોજ સવારનાં નાસ્તામાં એક કેળુ ખાવાની ટેવ પાડશો તો તમે હકીકતમાં સ્ટ્રેસ ફ્રી રહેશો.

માત્ર આ જ નહીં જો તમે સવારનાં નાસ્તા કેળુ ખાશો તો તમારું વજન ઉતરશે, વધશે નહીં. એક કેળુ ખાધા પછી એક ગ્લાસ પાણીનો જરૂર પીઇ લેવું. તમને લાંબા સમય સુધી ભુખ પણ લાગશે નહી. આની સાથે કેળાની છાલ પણ કેવી રીતે ઉપયોગી છે તે વિશે જોઇએ.

કેળામાં ફાઇબર તેમજ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તમને ભૂખ પણ લાગશે નહિ. કેળાની છાલ ખાવાથી તમારા શરીરને જરૂરી પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે. બ્લડ શુગર લેવલ નિયંત્રિત થાય છે. કેળાની છાલમાં સેરોટોનિન નામનું કેમિકલ રહેલું હોય છે, આ કેમિકલ તમારા મૂડને સારો કરવામાં મદદ કરે છે.

યૂનિવર્સિટી ઓફ તાઈવાનમાં કરવામાં આવેલી એક સ્ટડી મુજબ, જો તમે 3 દિવસ સુધી 2 કેળાની છાલ ખાશો તો, સેરોટોનિનની માત્ર 15% જેટલી વધશે. કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.

કેળાની છાલમાં રહેલા ટ્રિપ્ટોફન કેમિકલને લીધે સારી ઊંઘમાં લાવવામાં મદદરૂપ બને છે. કેળાની છાલમાં કેળાથી પણ વધુ માત્રામાં ફાયબર રહેલું હોય છે. ફાયબરને લીધે કેળાની છાલ વજન ઘટાડવા માટે પણ મદદ કરે છે. આ સિવાય શરીર માટે જરૂરી બેક્ટેરિયાને વધારવા માટે પણ મદદરૂપ બને છે. આનાંથી રોગપ્રતિકારક શક્તિ સારી બને છે.

આંતરડામાં બેક્ટેરિયાની માત્રા વધવાને લીધે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. કેળાની છાલ શરીરમાં રહેલાં રેડ બ્લડ સેલ્સને તૂટવાથી બચાવે છે. એક શોધ દ્વારા બહાર આવ્યું હતું કે, કાચા કેળાની છાલ આ માટે વધુ મદદ કરે છે.

કેળાની છાલમાં રહેલું લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત તે મોતિયાથી પણ આંખને બચાવે છે. મસા, સોરાયસિસ, ખંજવાળ આવવી, જંતુ કરડી ગયુ હોય, રેશિસ થયા હોય, વગેરે બીમારી માટે કેળાની છાલ લાભદાયક સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *