બજરંગ બલી કરશે દુર જીવનની તમામ પીડા, સંકટમોચન પનોતી કરી દેશે દૂર…

શનિ સંબંધિત પનોતી, સાડાસાતી વગેરે નડતી હોય ત્યારે શનિ ઉપાસના કરવાથી રાહત મળે છે. આ ઉપાસના ઝડપથી અસર કરે તે માટે કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. આ મંત્રોના જાપથી જીવનમાં ચમત્કારી રીતે પરિવર્તન આવે છે કારણ કે આ મંત્ર કોઈપણ ઈચ્છા પૂરી કરી શકવાની ક્ષમતા રાખે છે.

જીવનમાં નડતી આર્થિક તંગી, સૌભાગ્યની ખામી, નોકરીમાં પ્રગતિ, માન-સન્માનમાં વધારો પણ શનિ મંત્રના જાપથી થાય છે. શનિની પનોતિ જેટલી પીડા આપે છે તેટલું જ સુખ પણ શનિદેવના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે. આ મંત્રની ઓછામાં ઓછી એક માળા તો અચૂક કરવી.શનિ દેવને પ્રસન્ન કરવા હનુમાનજીની સાધના કરવી જોઇએ.

હનુમાનજીના આમ તો અનેક મંત્રો છે. જેમકે ‘ॐ હનુમંતે નમ:’ , ‘ॐ હં હનુમંતે નમ:’. આ સિવાય હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદર કાંડના પાઠનું પણ અનેરું મહત્વ છે. આ મંત્ર અને પાઠ કરવાથી હનુમાનજી પોતાના ભક્તના તમામ દુ:ખ દૂર કરી દે છે. પરંતુ શું તમે હનુમાનજીના ધ્યાન મંત્ર વિશે જાણો છો? આ મંત્ર એટલો ચમત્કારી છે કે તેના વિશે માનવામાં આવે છે કે તેનું પઠન કરનારના દુ:ખનો અંત તુરંત આવી જાય છે.

વૈદિક મંત્ર
ॐ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શંયોરભિ સ્ત્રવન્તુ ન:

પૌરાણિક મંત્ર
નીલાંજનસમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્
છાયામાર્તળ્ડસમ્ભૂતં તં નમામી શનૈશ્ચરમ્

બીજ મંત્ર
ॐ પ્રાં પ્રીં પ્રોં સ: શનૈશ્ચરાય નમ:

સામાન્ય મંત્ર
– ॐ શંનૈશ્ચરાય નમ:
– ॐ નીલાંજન નીભાય નમ:
– ॐ નીલચ્છત્રાય નમ:

જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતોનુસાર આ મંત્રોનો જાપ કરવાથી કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ જાય છે. આ મંત્ર જાપ કરો ત્યારે ઘરમાં તેલમાં તળેલી કોઈપણ વાનગી બનાવી શનિદેવને અર્પણ કરવી. આ પ્રસાદ ઘરે ન લાવવો, તેનું વિતરણ ગરીબોમાં કરી દેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *