25 વર્ષ પછી અભિનેત્રીએ અક્ષય કુમારે કરેલ હરકત નો ભાંડો ફોડ્યો, ફેન્સ થયા નારાજ અને એવુ કર્યુ કે…

25 વર્ષ પછી અભિનેત્રીએ અક્ષય કુમારે કરેલ હરકત નો ભાંડો ફોડ્યો, ફેન્સ થયા નારાજ અને એવુ કર્યુ કે…
Spread the love

અભિનેત્રી શાંતિ પ્રિયાએ 1991માં આવેલી ફિલ્મ સૌગંધમાં અક્ષય કુમાર સાથે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન રાજ સિપ્પીએ કર્યું હતું. શાંતિ પ્રિયાએ હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશનમાં શાંતિ પ્રિયાએ શું શું સામનો કરવો પડ્યો હતો એમના વિશે અને તેની ત્વચાના રંગને કારણે પડતી તકલીફને લઈને સ્પષ્ટ વાત કરી હતી.

જ્યારે અક્ષયે તેની બ્લેક કલરની ચામડી વિશે મજાક ઉડાવી હતી એ વાતને પણ અભિનેત્રીએ યાદ કરી હતી. અભિનેત્રીએ સ્વીકાર્યું કે એ વાતથી મને ખુબ નુકસાન થયું અને ડિપ્રેસનનો ભોગ બની હતી. તેણે ઘટના બાદ ઇન્ડસ્ટ્રી છોડી દેવાની પણ ઇચ્છા થઈ હતી. શાંતિ પ્રિયાએ 1994માં રીલિઝ થયેલી એક બીજી ફિલ્મમાં અક્ષય સાથે કામ કર્યું હતું. તેણે ઇક્કે પે ઇક્કામાં એક આધુનિક પાત્ર ભજવ્યું હતું અને તેમાં ટૂંકો ડ્રેસ પહેરવો પડ્યો હતો.

ઇક્કે પે ઇક્કા ફિલ્મની મારી ભૂમિકા એક આધુનિક યુવતીની હતી અને સ્ક્રિપ્ટની માંગ હતી કે મારે ટૂંકો ડ્રેસ પહેરવાનો હતો. તેમજ તેની સાથે સ્કિન કલરના સ્ટૉકિંગ્સ પણ પહેરવાના હતા. ત્યારે એક સીનમાં શૂટિંગ સમયે સેટ પર ઘણા લોકો હાજર હતા અને બધાની સામે અક્ષયે કહ્યું કે, શાંતિપ્રિયા તમારા પગમાં મોટા મોટા બ્લડ ક્લોટ્સ છે. મેં પૂછ્યું કે ક્યાં છે? તો તેમણે કહ્યું કે તમારા ઘૂંટણ પર જુઓ. મારા ઘૂંટણની સ્કિન સ્ટોકીંગની અંદરથી પણ કાળી દેખાઈ રહી હતી, અને અક્ષય તેના વિશે જ બોલી રહ્યો હતો.

શાંતિ પ્રિયાને આ વાતનું ખુબ ખોટું લાગ્યું હતું. અક્ષયે આ રીતે વાત કરી ત્યારે વિચાર આવ્યો કે, આ રીતે કોઈ અભિનેતા પોતાના કો-સ્ટારને કેમ બોલી શકે, તેના શરીરના રંગ વિશે કેમ બોલી શકે, તે પણ આટલા લોકોની સામે. શાંતિ પ્રિયાના આવા ખુલાસાને લીધે સોશિયલ મીડિયા પર લોકો અક્ષયની આલોચના કરવા લાગ્યા હતા. જો કે ત્યારબાદ શાંતિ પ્રિયાએ એમ પણ કહ્યું હતું કે અક્ષયે મજાકમાં જ કહ્યું હતું.

Author :  LIVE 82 MEDIA TEAM

 

તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *