બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે દાન આપી ને કહ્ય કે, તે વિડિયો થયો વાયરલ….

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે દેશવ્યાપી ભંડોળ સમર્પણ અભિયાન શરૂ થઈ ચુક્યું છે.

સામાન્ય લોકોની સાથે વિશેષ લોકો પણ શ્રી રામ મંદિરના નિર્માણ માટે દાન આપી રહ્યા છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારે પણ તેના માટે હાથ લંબાવ્યો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારા અભિનેતા અક્ષય કુમારે ચાહકોને પણ દાન આપવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું છે કે, મેં શરૂઆત કરી દીધી છે. હવે તમારો વારો છે. અક્ષયે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે એક સરસ કેપ્શન પણ આપ્યું છે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે. તેમાં તે રામ સેતુ નિર્માણની કથા સંભળાવી રહ્યા છે. તેણે કહ્યું કે, તેણે પોતાની પુત્રી નિતારાને રાત્રે આ કિસ્સો સંભળાવ્યો હતો.

અક્ષયે કહ્યું કે ઘણા લોકોની મહેનત અને પ્રયત્નોથી રામ સેતુનું નિર્માણ થઈ રહ્યું છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અક્ષય કુમાર તેના ટ્વિટર વીડિયોમાં જણાવી રહ્યા છે કે, ગઈકાલે રાત્રે હું મારી પુત્રીને એક સ્ટોરી સંભળાવી રહ્યો હતો. તમે સાંભળશો? તો એવું હતું કે એક તરફ વાનરોની સેના હતી અને બીજી બાજુ લંકા હતી.

બંને વચ્ચે મહાસમુદ્ર. હવે વાનરોની સેના મોટા પત્થરો ઉપાડીને સમુદ્રમાં નાખી રહી હતી કારણ કે તેમને સીતા માતાને પાછા લઈને આવવાના હતા. પ્રભુ શ્રીરામ કિનારે ઉભા રહીને બધું જોઈ રહ્યા હતા.

ત્યારે તેમની નજર એક ખિસકોલી પર પડી, જે પાણીમાં જઈને ફરી પાછી કિનારે આવતી હતી. રેતીમાં સૂઈ જતી હતી અને રામસેતુના પથ્થરો પાસે આવતી હતી. ફરી પાણીમાં જતી હતી ફરી રેતીમાં અને ફરી પથ્થરોમાં.

અક્ષય આગળ કહે છે, “રામજીને આશ્ચર્ય થયું કે તે શું થઈ રહ્યું છે. તે ખિસકોલી પાસે ગયા. તેને પુછ્યુ તું શું કરી રહી છે? ખિસકોલીએ જવાબ આપ્યો કે હું મારા શરીરને ભીનું કરી રહી છું. શરીર પર રેતી લગાવી રહી છું અને પત્થરો વચ્ચેની તિરાડો ભરી રહી છું. રામ સેતુના નિર્માણમાં હું પણ નાનો ફાળો આપી રહી છું.

આજે આપણો વારો છે. અયોધ્યામાં આપણા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. આપણામાંના કેટલાક વાનર બનીએ, કેટલાક ખિસકોલી બનીએ અને થોડું આપણી-આપણી ક્ષમતા અનુસાર યોગદાન આપીને ઐતિહાસિક ભવ્ય રામ મંદિર બનાવવામાં ભાગીદાર બનીએ.

હું પોતે શરૂઆત કરું છું અને મને વિશ્વાસ છે કે તમે પણ મારી સાથે જોડાશો જેથી આવનારી પેઢીને મર્યાદા પુરુષોત્તમ રામના જીવન અને સંદેશ પર ચાલવાની પ્રેરણા મળે. જય શ્રી રામ. ” અક્ષય કુમારે વીડિયો શેર કરતાની સાથે ટ્વિટર પર લખ્યું છે કે, “ખૂબ જ આનંદની વાત છે કે અયોધ્યામાં આપણા શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ચુક્યું છે. મે શરૂઆત કરી દીધી છે, આશા છે કે તમે પણ સાથે જોડાશો. જય સિયારામ. ”

મહત્વનું છે કે, નવેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ પછી, રામ મંદિરના નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો. 5 ઓગસ્ટ 2020 ના રોજ પીએમ મોદી દ્વારા મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

અયોધ્યામાં, આ સાથે જ ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. સાથે જ હવે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી દેશભરમાં સમર્પણ ભંડોળ અભિયાન ચલાવીને રામ મંદિરના નિર્માણ માટે દાન લેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર લગભગ ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *