ભૂખ્યા પેટે ખાટા ફળોનું નહી કરતા સેવન, થઈ શકે છે આ નુકશાન….

દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય પર પુરતુ ધ્યાન આપવું જ જોઈએ, આજ કાલના સમયમાં દરેક લોકો ફિટ રહેવા માટે ખુબ મહેનત કરે છે. કસરત કરે છે, જીમ જાય છે, યોગ કરે છે પરંતુ ખોરાકની બાબતમાં કોઈ પણ ખોરાક ગમે ત્યારે ખાવો તે બિલકુલ યોગ્ય વાત નથી, ત્યારે ખાસ કરીને શરીરને હેલ્ધી રાખવા માટે  ભૂખ્યા પેટે કેટલોક ખોરાક ન લેવો જોઈએ .

ક્યારેક લાભકારક ફ્રૂટ પણ ખાલી પેટે ખાવાથી એસીડ બને છે, અમુક ખોરાક અમુક સમયે જ લઈ શકાય છે અને જો તમે પણ આ વાતનું ધ્યાન રાખો છો તો ખરેખર તમે સમજદાર છો, પણ જો ખોરાક ખોટા સમયે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. કેટલાક ખોરાકને ખાલી પેટે ન ખાવા જોઈએ.

ટામેટામાં અનેક વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. ટમેટાંને ખાલી પેટે ખાવામાં આવે તો આ તત્વો પેટમાં એસિડ સાથે ભળીને અનેક સમસ્યા ઉત્પન્ન કરે છે જેમાં પેટમાં ભાર લાગે છે અને એસિડિટી કે દુખાવાની તકલીફ થઈ શકે છે, તો હવે પછી ક્યારેય ભુખ્યા પેટે ટામેટાં ખાવા નહી, કારણ કે તોનાથી તમને જ નુકશાન થશે.

નારંગી અને દ્રાક્ષમાં વિટામિન સી, ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, પણ તે સવારે ખાલી પેટ ખાવાથી એસિડિટી થઈ શકે છે. પેટ ખાલી હોવાથી ઇસોફેગસના લાઈનિંગનો આકાર થોડા પ્રમાણે વધી જાય, જેના કારણે અનેક બિમારીઓ ઉત્પન્ન થાય છે જેથી આ ફ્રુટનો ઉપયોગ ભુખ્યા પેટે કરી શકાતો નથી.

સોડાયુક્ત ડ્રિંક્સ હેલ્થ માટે સારાં તો નથી જ, પણ સવારે ખાલી પેટે તે પીવાથી સમસ્યા વધી જાય છે. તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ બિમારીઓ થવાની શક્યતાઓ પણ વધી શકે છે.ભૂખ્યા પેટે ક્યારેય ગેસ વાળી સોડા પીવી નહી.

આ પ્રકારના દરેક ખોરાકને ભુખ્યા પેટે ખાવાથી શરીરને નુકશાન થાય છે , ભલે પછી તે ખોરાક કે ફ્રુટ ફાયદાકારક હોય પરંતુ યોગ્ય સમયે ન ખાવાથી અને ભુખ્યા પેટે ખાવાથી અનેક ભયંકર રોગ થાય છે અને શરીરને નુકસાન પહોચાડ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *