
બાલિકા વધુ’ ફેમ અવિક ગોર ઘણીવાર ચર્ચામાં રહે છે. જ્યારે તેણે બાલિકા વધુમાં આનંદીનું પાત્ર નિભાવ્યું હતું ત્યારે તે ખૂબ જ નાની હતી, પરંતુ હવે તે 23 વર્ષની થઈ ગઈ છે. તાજેતરમાં જ, અવિકાને તેના જીવનનો સાચો પ્રેમ મળી ગયો છે. આ વાતની ઘોષણા તેણે સોશિયલ મીડિયા પર કરી છે. અવિક આ દિવસોમાં રોડીઝ ફેમ મિલિંદ ચાંદવાનીને ડેટ કરી રહી છે. તેણે તેના બોયફ્રેન્ડ સાથે કેટલીક રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે.
અવિક તેના નવા સંબંધ વિશે લખે છે – મારી પ્રાર્થના રંગ લાવી. મને મારા જીવનનો પ્રેમ મળી ગયો. આ સુંદર વ્યક્તિ મારો છે અને હું તેની છું .. કાયમ માટે .. આપણે બધાને એવા જીવનસાથીની જરૂર હોય છે જે આપણને સમજે, આપણા પર વિશ્વાસ કરે, પ્રેરણા આપે, પ્રગતિ કરવામાં આપણી મદદ કરે અને આપણી કેર કરે.
જોકે આપણને આવા જીવનસાથી મળે તે અશક્ય લાગે છે. તેથી આ બધું એક સ્વપ્ન જેવું છે, પરંતુ રિયલ પણ છે. હું આજે દિલથી ખુબ ખુશ છું. ભગવાનનો ખૂબ આભાર કે તેણે મારા જીવનનું નવું ચેપ્ટર ખૂબ જ ખુશીઓથી શરૂ કર્યું.
અવિકે આગળ તે પણ કહ્યું હતું કે તે હમણાં લગ્ન કરી રહી નથી પરંતુ તેના પ્રેમ વિશે બધાને જણાવવા ઇચ્છે છે. આ સાથે તેણે મિલિંદ ચંદવાનીને પોતાના જીવનમાં આવવા અને તેના ચેહરા પર ખુશી લાવવા માટે દિલથી આભાર પણ માન્યો છે. અવિકાની આ પોસ્ટ પર મિલિંદે રિએક્શન આપતાં લખ્યું કે ‘તે આ ખૂબ સુંદર લખ્યું છે. હું મારા જીવનની સફર શેર કરવા માટે ઉત્સાહિત છું. તું મારો પ્રેમ છે. ‘
જણાવી દઈએ કે મિલિંદ એક સોફ્ટવેર એન્જિનિયર અને સામાજિક કાર્યકર છે. તે એક એનજીઓ પણ ચલાવે છે જેમાં સાથે કામ કરતી વખતે અવિકાને તેમની સાથે પ્રેમ થયો હતો. તે ‘રોડીઝ’માં સ્પર્ધક તરીકે જોવા મળી ચુક્યો છે.