
દરરોજ એક સફરજન ખાવાથી બીમારીઓ દૂર રહે છે, આ વાત તો આપણે જાણીએ જ છીએ. આ વાતની જાણકારી દરેક લોકોને છે પરંતુ તેમ છતાં ઘણાં લોકો સફરજનનું સેવન કરતા નથી. સફરજન તમને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદગાર છે. ખાસ કરીને સફરજન આપણા શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. આ એક એવું જ ફળ છે જે દરેક ઋતુમાં મળી રહે છે.
તમને બજારમાં ઘણા પ્રકારના સફરજન મળશે. સામાન્ય રીતે લોકો લાલ સફરજનને વધુ ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે લીલા સફરજનના ફાયદાઓ વિશે જાણો છો. લીલું સફરજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. લીલા સફરજનમાં વિટામિન-સી ભરપુર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ પણ હોય છે.
જો તમને લીલા સફરજનના ફાયદાઓ વિશે ખબર નથી, તો આજે અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.
ટાઈપ-2 ડાયાબિટીઝમાં છે ફાયદાકારક
જો તમને ડાયાબિટીઝ છે, તો તમારે દરરોજ લીલા સફરજનનું સેવન કરવું જોઇએ. લીલા સફરજનમાં લાલ સફરજન કરતા મીઠાસ ઓછી હોય છે અને ફાઇબરની માત્રા વધારે હોય છે.
ફેફસાં માટે ફાયદાકારક
એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે નિયમિત લીલા સફરજનનું સેવન કરો છો તો તેનાથી અસ્થમાનું જોખમ ઘટી જાય છે. કારણ કે લીલા સફરજનમાં ફલેવોનોઇડ્સ જોવા મળે છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે ફ્લેવોનોઇડ્સ અસ્થમાના જોખમને ઘટાડે છે.
પાચક તંત્ર સુધરે છે
લીલા સફરજનમાં પેક્ટીન નામનું તત્વ હોય છે જે આંતરડાના બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે. તેમાં રહેલું ફાઈબર તમરા પાચનતંત્રને વધુ સારું બનાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
લીલા સફરજનમાં એન્ટઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આનાથી શરીરને વિવિધ પ્રકારનાં ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે.
દાંત માટે ફાયદાકારક
સફરજનમાંથી નીકળનાર રસ મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારે છે. તે દાંતને ઇન્ફેક્શનથી તો બચાવે જ છે, સાથે-સાથે તેને મજબૂત પણ કરે છે. સફરજનના સેવનથી દાંતમાં સડો અને અન્ય સમસ્યા નથી થતી.
ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે
વજન ઓછું કરવા માટે જો તમે ડાયટિંગ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા ડાયટમાં લીલા સફરજનને સામેલ કરી લો, કારણ કે લીલા સફરજનના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.