સફરજનની છાલ પણ છે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, તે ખાવાથી આ બિમારીઓ રહે છે દુર…

કેટલાય લોકોની આ આદત હોય છે કે તે સફરજનની છાલ કાઢીને ખાય છે અને તે છાલને બેકાર સમજીને ફેંકી દે છે જ્યારે સફરજનની છાલ સફરજન જેટલીજ ફાયદાકારક હોય છે. સફરજનની છાલમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને એન્ટી-ઑક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. એ

વામાં જો સફરજનની છાલ કાઢીને ફેંકી દેવામાં આવે તો ફળમાં રહેલ પોષક તત્ત્વોનું પ્રમાણ પણ ઘટી જાય છે, ખાસ કરીને ફાઇબરનું પ્રમાણ. એટલા માટે યોગ્ય રહશે કે તમે છાલ સહિત જ સફરજનનું સેવન કરો.

જાણો, સફરજનની છાલ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોય  છે અને તે કઇ બીમારીઓથી આપણને બચાવી શકે છે…

સફરજનની છાલ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને કેટલાય અભ્યાસોમાં સાબિત થઇ ચુક્યુ છે કે ફાઇબરનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તમારું પેટ ભરેલું હોય તેમ લાગે છે. જેથી તમે ઓછું જમશો અને તેનાથી તમારી વજન વધવાની સમસ્યામાં ઘટાડો થશે.

સફરજનની છાલ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યૂનિટીને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જે ઇમ્યૂનિટીની સાથે-સાથે રોગ સામે લડવાની ક્ષમતાને પણ વધારે છે. એટલા માટે છાલ સાથે સફરજન ખાવું ફાયદાકારક સાબિત થશે.

સફરજનની છાલ હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે. તેમાં કેટલાય પ્રકારના એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટના ઑક્સીકરણની પ્રક્રિયાને અટકાવે છે. આ જ ફેટ્સના ઑક્સીડેશનની પ્રક્રિયાથી હૃદય રોગનું જોખમ વધે છે. જો સફરજનને છાલની સાથે ખાવામાં આવે તો તેનાથી હૃદય સ્વસ્થ રહે છે.

સફરજનની છાલ ટાઇપ-2 ડાયાબિટીસના જોખમથી પણ બચાવે છે. તેમાં મળી આવતાં ફ્લૈવનૉઇડ્સ ટાઇપ-2 ડાયાબિટીસની બીમારીથી બચાવવામાં મદદ કરે છે.

એક અભ્યાસ અનુસાર, જે મહિલાઓ દરરોજ એક સફરજન છાલ સહિત ખાય છે, તેમનામાં આ બીમારીનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે. કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *