
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 12 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. જોકે, શોમાં અત્યાર સુધી ઘણાં કલાકારો બદલાઈ ગયા છે. અલબત્ત, કલાકારો ભલે બદલાય ચાહકોને આ શો હજી પણ એટલો જ ગમે છે. ટીઆરપીમાં આ શો હંમેશાં રહ્યો જ છે.
થોડાં સમય પહેલાં જ અંજલિભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ આ શો છોડી દીધો હતો. હવે આ પાત્ર ટીવી એક્ટ્રેસ સુનૈના ફોજદાર પ્લે કરી રહી છે. શોમાં તો સુનૈના ફોજદાર ઘણી જ સીધી સાદી દેખાય છે પરંતુ રિયલ લાઈફમાં તે એકદમ હોટ એન્ડ સેક્સી છે.

બહુ જ ઓછા સમયમાં સુનૈના ફોજદારે પોતાનો આગવો ચાહકવર્ગ ઊભો કર્યો છે. વાસ્તવિક જીવનમાં હંમેશાં બોલ્ડ એન્ડ ગ્લેમરસ રહેતી સુનૈનાની સ્ટાઈલિશ તસવીરો પર તમે ફિદા થઈ જશો તે નક્કી. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહેતી હોય છે.

થોડાં મહિના પહેલા જ સુનૈનાએ મોનોકની પહેરેલી કેટલીક તસવીરો શૅર કરી હતી. પિંક અને બ્લેક રંગની મોનોકનીમાં સુનૈના ઘણી જ મસ્ત લાગતી હતી.

સુનૈનાની આ તસવીરો ઘણી જ ચર્ચામાં રહી હતી. સુનૈના અલગ-અલગ જાહેરાતોમાં પણ કામ કરે છે. સુનૈનાએ કહ્યું હતું કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નેહા મહેતા બનવા આવી નથી. તે અલગ જ રીતે પોતાની ઓળખ ઊભી કરશે.

આવું છે અંગત જીવનઃ સુનૈનાનાં અંગત જીવનની વાત કરીએ તો તેણે કુનાલ ભાંબવાની સાથે લગ્ન કર્યા છે. કુનાલ બિઝનેસમેન છે. બંને વચ્ચે ચાર વર્ષ સુધી રિલેશનશિપ હતા અને પછી બંનેએ લગ્ન કર્યા હતા. એક્ટ્રેસની ઈચ્છા છે કે તે ક્યારેક ઓનસ્ક્રીન સાડી પહેરીને વરસાદમાં ડાન્સ કરવા માગે છે.

એક એપિસોડના મળે છે આટલા રૂપિયાઃ ‘તારક મહેતા’ માટે સુનૈનાને એક એપિસોડ માટે અંદાજે 25 હજાર રૂપિયા મળે છે.