કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચને કરી લોકોને ખાસ અપીલ

કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચને કરી લોકોને ખાસ અપીલ
Spread the love

કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે.. આ કોરોના મહામારી વચ્ચે લોકોએ નાની નાની વાતોનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી બન્યું છે.. ત્યારે બોલીવુડના શહેનશાહ અને એક નામી કલાકાર એવા અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના પગલે તેમને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ વાતની માહિતી આપી હતી અને સાથે સાથે અપીલ કરી છે કે જે આમ જનતાને જાણવું ખુબ જ જરૂરી છે.

અમિતાભ બચ્ચને કરી લોકોને ખાસ અપીલ :

1. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે અને તમારામાં કોઈ કોરોનાના લક્ષણ જોવા મળે તો તરત જ તમારે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

2. જો તમે કોઈ એવા સ્થળેથી પ્રવાસ કરીને આવી રહ્યા છો જ્યાં કોરોના વાયરસની મહામારી સૌથી વધુ ફેલાયેલી છે. તો તમારે 14 દિવસ ક્વોરન્ટાઈન પૂર્ણ કરવાની સાથે સાથે કોરોનાનો ટેસ્ટ પણ અવશ્ય કરાવવો જોઈએ.

3. જો તમે કોઈ એવા વ્યક્તિને મળ્યા હોવ જે 10 થી 12 દિવસ પછી કોરોના પોઝિટિવ આવે તો તમારે પણ કોરોના વાયરસનો ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ

4. કોરોના વાયરસના પ્રમુખ લક્ષણ ઉધરસ, તાવ, શરદી, ગળામાં દુખાવો અને શરીરમાં થતો દુખાવો છે. જો આમાંથી કોઈ લક્ષણ હોય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.

5. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મોટા ભાગના કોરોના સંક્રમિત લોકોમાં કોઈ ખાસ લક્ષણ જોવા નથી મળ્યા. તો સાથે સાથે જો સ્વાદની ખબર ન પડે કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર દ્વારા કોરોનાથી સાવચેતી રાખવા નિયમોનું સખ્તાઈથી પાલન કરવાની અપીલ કરી છે. અમિતાભ બચ્ચને કોરોના વાયરસ પોઝિટિવ હોવાની માત્ર માહિતી જ નથી આપી સાથે સાથે તેમણે એક જવાબદાર નાગરિક હોવાની જવાબદારી પણ નિભાવી છે.

આ એટલા માટે કહ્યું છે કે અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટ દ્વારા એક એવી ખાસ અપીલ કરી છે જેને હાલ લોકો નથી પાળી રહ્યા. અમિતાભ બચ્ચને ટ્વિટમાં એવું કહ્યું છે કે જેટલા પણ લોકો છેલ્લા 10 દિવસમાં તેના સંપર્કમાં આવ્યા છે. તે પણ પોતાનો કોરોના ટેસ્ટ જરૂરથી કરાવે.

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *