શિયાળામાં આંબા અને લીલી હળદર શરીર માટે છે હિતાવહ જાણો ફાયદા..

શિયાળામાં થોડા પ્રમાણમાં જ હળદર લેવાથી તમે એનિમિયા, ન્યુરાઇટિશ, યાદશક્તિને લગતા રોગોને દૂર કરી શકો છો. લીલી હળદરમાં આવેલાં એન્ટિ ઓક્સિજન કેન્સર સામે રક્ષણ આપે છે.

જો શરીરમાં ઇન્ફેક્શન થયું હોય તોપણ લીલી હળદર ઇંજેક્શન જેવું કામ આપે છે. આ ઉપરાંત લીલી હળદરના ગુણોની વાત કરીએ તો તે હાઇ બ્લડપ્રેશર અને લકવાના રોગોમાં પણ અકસીર છે.

કહેવાય છે કે શિયાળો એટલે હેલ્થ બનાવવાની સીઝન. શિયાળામાં વસાણાં અને શાકભાજી તેમજ સિઝનલ ફળો ખાઈને આખુંય વર્ષ હેલ્ધી રહી શકાય છે. શિયાળામાં આવતાં ગાજર, પાલક, મેથીની ભાજી, લીલું લસણ, ડુંગળી, લીલી હળદર વગેરે ગુણોના ભંડાર છે.

લીલી હળદરના ફાઇબર્સનો લાભ લેવા માટે લીલી હળદરને પીસીને થેપલાં કે પરોઠામાં ઉમેરી શકાય છે. લીલી હળદરથી નહાવાથી શરીર પરના કાળા ડાઘા પણ દૂર થાય છે.

તેમજ હળદરની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે અને તેને ખાવાથી સ્કિનના રોગો પણ દૂર થાય છે. આ રીતે લીલી હળદર વાપરવાથી તે સ્વાસ્થ્યની સાથે સાથે સ્કિન માટે પણ ગુણકારી સાબિત થઈ શકે છે.

આંબા હળદરને અંગ્રેજીમાં ‘મેંગો જીંજર’ કહે છે. તેમાંથી ખૂબ ઓછા કાર્બોદિત, ઓછી કેલરી, થોડા પ્રમાણમાં ફોસ્ફરસ, થોડું આયર્ન (૨.૬ મિલિગ્રામ) તેમજ થોડું પ્રોટીન અને ફક્ત ૧ મિલિગ્રામ વિટામિન-સી મળે છે. આપણે માનીએ કે આંબા હળદરમાંથી તેના પીળા રંગને કારણે કેરોટીન તો સારું મળતું જ હશે, પરંતુ તેનું પ્રમાણ પણ ફક્ત ૨૦ માઈક્રોગ્રામ જ છે.

આંબા હળદરના પ્રમાણમાં લીલી હળદર ઘણી જ પૌષ્ટિક છે. તેમાંથી સારા પ્રમાણમાં પ્રોટીન, કેલશ્યમ, ફોસ્ફરસ તથા ખૂબ ઊંચા પ્રમાણમાં આયર્ન મળે છે. વિટામિનનું પ્રમાણ ઓછું, વિટામિન સી તદ્દન ગેરહાજર પરંતુ મેગ્નેશ્યમ જેવી ધાતુ ઘણાં પ્રમાણમાં છે.

‘ગુણોની દૃષ્ટિએ આંબા હળદર અને લીલી હળદર બન્ને જ શ્રેષ્ઠ છે. કારણ કે જ્યારે એ હળદરને સૂકવીને ખાંડવામાં આવે છે ત્યારે તેના ગુણો થોડા ઓછા થઈ જાય છે.

વળી, આજકાલ લોકો ખાંડવાને બદલે મિક્સરમાં પીસતા થઈ ગયા છે ત્યારે મિક્સરમાં પિસાતી વખતે હાઇ રોટેશનને કારણે અને પેદા થતી ગરમીથી હળદરના ઘણા મહત્વના ગુણો નાશ પામે છે. આમ જો હળદરનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો હોય તો કાચી હળદર શ્રેષ્ઠ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *