નતાશા એ માતા બની છતાં એક્સ બોયફ્રેન્ડ સાથે ના સંબંધો વિશે એવો ખુલાસો કર્યો કે…

ટીવી એક્ટર અલી ગોની (Aly Goni) અને નતાશા સ્ટૈનકોવિચ (Natasha Stankovic) વચ્ચે ભૂતકાળમાં ગાઢ સંબંધો રહ્યા છે.

જો કે હવે બંનેનો રસ્તો અલગ થઈ ગયો છે, પરંતુ તેમ છતાં અલી ગોની (Aly Goni) કહે છે કે તેના અને નતાશા (Natasha Stankovic) વચ્ચે હાલમાં વધારે અંતર નથી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો અલી ઘણીવાર નતાશા (Natasha Stankovic)ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બાળક અથવા તો હાર્દિક (Hardik Pandya)ને લગતી બાબતો પર પ્રતિક્રિયા આપતો રહે છે.

અલી ગોની (Aly Goni) કહે છે કે એ જરૂરી નથી કે સંબંધ સમાપ્ત થયા પછી બે લોકો વચ્ચે કડવાશ જ આવે. તેમણે કહ્યું કે આ વાતનું ઉદાહરણ હું જ રજૂ કરી રહ્યો છે.

હાલમાં જ જ્યારે નતાશાએ હાર્દિક પંડ્યા સાથે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ત્યારે અલી ગોની (Aly Goni)એ કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી બનાવીને પોતાની લાગણી શેર કરી હતી.

એટલું જ નહીં પણ અલી ગોનીએ સોશિયલ મીડિયા પર નતાશા (Natasha Stankovic) અને હાર્દિક (Hardik Pandya)ને સગાઈના અભિનંદન પણ આપ્યા હતા.

તો વળી જ્યારે બંને માતાપિતા બન્યા ત્યારે પણ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી. અલી ગોનીએ તેને માતા બનવા બદલ અભિનંદન આપ્યા હતા.

આ વિશે વાત કરતાં અલી ગોની(Aly Goni)એ કહ્યું કે, “હું નતાશા માટે ખૂબ જ ખુશ છું.

તે સારા જીવનને લાયક છે.” અલી(Aly Goni)એ આગળ કહ્યું તે “હું ખૂબ જ ખુશ છું કે તે આખરે એક બાળક સાથે સેટલ થઈ ગઈ છે. તે પણ ઇચ્છે છે કે મને કોઈ શ્રેષ્ઠ જીવનસાથી મળી જાય.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *