
તાજેતરમાં જ દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ધૂમધૂમથી ઉજવવામાં આવ્યો છે. ભગવાન શિવની આ દિવસે અનેક જગ્યાએ ખાસ પૂજા કરવામાં આવે છે. સામાન્ય લોકોની સાથે ફિલ્મી સ્ટાર્સે પણ ભગવાન શિવના ચરણોમાં માથું ટેકાવવ્યું. સોશ્યલ મીડિયા પર પણ ફિલ્મી સ્ટાર્સે ચાહકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.
શિવરાત્રી પર ઘણા સ્ટાર્સે ઘર પર જ ભગવાન શિવની પૂજા કરી હતી, તો કેટલાક સ્ટાર્સે શિવ મંદિરે જઈને ભોલેનાથની પૂજા કરી હતી. આ પ્રસંગે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે પણ મંદિરમાં પોતાની હાજરી આપી હતી.
અભિનેત્રી આલિયા ભટ્ટ શિવરાત્રીના ખાસ પ્રસંગે ભગવાન શિવના મંદિરે પહોંચી હતી. ભોલેનાથજીના ચરણોમાં નમન કરીને આલિયાએ આશીર્વાદ મેળવ્યા.
જણાવી દઈએ કે આ ખાસ પ્રસંગે આલિયાની સાથે તેના મિત્ર અને બોલિવૂડ ડિરેક્ટર અયાન મુખર્જી પણ હાજર હતા. શિવજીના આશીર્વાદ મેળવવા માટે આલિયા રેડ સૂટમાં મંદિરે પહોંચી હતી. તેણે સૂટ સાથે મેચ માસ્ક પણ લગાવી રાખ્યું હતું.
મંદિરના પરિસરમાં આલિયાને જોતાંની સાથે જ પેપરાજીએ તેને ઘેરી લીધી અને અભિનેત્રીની તસવીરો ક્લિક થવા લાગી.
આલિયા જ્યારે શિવજીના દર્શન કરીને મંદિરની બહાર ગઈ ત્યારે તેનો સામનો પેપરાજી સાથે થયો. તસવીરોની સાથે આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી ભોલેનાથજીના દર્શન કર્યા પછી મંદિરની બહાર આવી રહ્યા છે.
બંનેની આસપાસ અન્ય ઘણા લોકો જોવા મળી રહ્યા છે અને પેપરાજી દ્વારા આલિયાની તસવીરો લેવામાં આવી રહી છે. આ દરમિયાન આલિયાને એક ફોટોગ્રાફરે એક રમૂજી સવાલ કર્યો. અને અભિનેત્રીએ તેનો જવાબ પણ ખૂબ સારો આપ્યો.
ખરેખર જ્યારે પેપારાજી દ્વારા તસવીરો ક્લિક કરવામાં આવી રહી ત્યારે એક ફોટોગ્રાફરે અભિનેત્રીને સવાલ કર્યો કે તેમણે શું માંગ્યું? તેના જવાબમાં આલિયાએ કહ્યું કે માંગ્યું છે પણ જણાવી શકતી નથી. આલિયાનો આ જવાબ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આલિયાના ચાહકો તેના આ વીડિયો પર ખૂબ કમેંટ કરી રહ્યા છે અને તેને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં વ્યૂ અને લાઈક્સ મળી ચુકી છે.
કોરોનાથી પીડિત છે રણબીર:
જણાવી દઈએ કે અભિનેતા અને આલિયા ભટ્ટનો બોયફ્રેન્ડ રણબીર કપૂર તાજેતરમાં કોરોનાની જપટમાં આવ્યા છે. જ્યારે આલિયાએ પણ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રણબીર હાલમાં ઘર પર જ છે અને તેની માતા નીતુ કપૂરે તાજેતરમાં કહ્યું હતું કે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. જ્યારે ડોકટરોની સલાહ પછી આલિયા કામ પર પરત ફરી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે. આ ફિલ્મમાં બંને સાથે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની પણ મહત્વની ભૂમિકા છે.
આ સાથે આલિયા ભટ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મ પણ આ વર્ષે જ રીલીઝ થશે. આ ફિલ્મ સંજય લીલા ભંસાલી ના નિર્દેશનમાં તૈયાર થઈ છે.