આ છે સૌથી ઓછી ઉંચાઇ ધરાવતી ભારતીય એડવોકેટ, જાણો તેના વિશે વધારે….
સમાજના કેટલાક લોકોની એક ખૂબ જ ખરાબ ટેવ હોય છે. તે રંગ, જાતિ, ધર્મ, વજન, ઉંચાઈ વગેરે ચીજોને લઈને ઘણી વાર લોકોની મજાક ઉડાવે છે. પરંતું એવું હોવું જોઈએ કે વ્યક્તિનું ટેલેંટ અને વર્તન જોઈને તેમને સંપૂર્ણ માન આપવું જોઈએ. ભગવાને કેવું રૂપ આપ્યું છે તેના પર કમેંટ કરવી જોઈએ નહીં.
હવે પંજાબના જલંધરના રામામંડીમાં રહેતી 24 વર્ષીય હરવિંદર કૌર ઉર્ફ રૂબીને જ લઈ લો. હરવિંદરની ઉંચાઈ 3 ફુટ 11 ઇંચ છે. તેની ઓછી હાઈટને કારણે તેની દરેક જગ્યાએ મજાક ઉડાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના પર અનેક કમેંટ્સ કરવામાં આવી છે. પરંતુ આ બધાથી તે ડિમોટિવેટ થઈ નહિં. પરંતુ એક ખાસ લક્ષ્ય પર પહોંચીને બધાનું મોં બંધ કરી દીધું.
3 ફુટ 11 ઇંચની હરવિન્દર હાલમાં પંજાબના જલંધર કોર્ટમાં એડવોકેટ છે. તે ભારતની વકીલ પણ છે. હરવિંદરનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું હતું. તેનો શારીરિક વિકાસ થઈ રહ્યો ન હતો. આવી સ્થિતિમાં માતાપિતાએ તેને ઘણા ડોકટરોને બતાવ્યું, દવાઓ ખવડાવી, મેડિટેશન કરાવ્યું, પરંતુ કોઈ ફાયદો ન થયો.
હરવિન્દર નાનપણથી જ એર હોસ્ટેસ બનવા ઈચ્છતી હતી, પરંતુ તેની ઓછી હાઈટને કારણે તેમને આ સપનું તોડવું પડ્યું. ઓછી હાઈટને કારણે હરવિંદરને એટલી વાતો સાંભળવી પડી હતી કે તે આત્મહત્યા વિશે પણ વિચારવા લાગી હતી. જો કે તેની જિંદગીમાં અસલ પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે તેણે 12 મા ધોરણ પછી મોટીવેશનલ વીડિયોઝ જોવાનું શરૂ કર્યું.
આ વીડિયો જોઈને તેની અંદર આત્મવિશ્વાસ આવ્યો. તેણે પોતાને જેવી છે તેવી જ સ્વીકાર કરી લીધી. તેણે નક્કી કરી લીધું કે તે પોતાના જીવનમાં કંઈક કરી બતાવશે. પછી કોલેજ લાઈફમાં તેની લાઇફ થોડી સરળ બની ગઈ. તે લોના અભ્યાસ પર ધ્યાન કેંદ્રિત કરવા લાગી. છેવટે તેની મહેનત રંગ લાવી અને તે એક એડવોકેટ બની ગઈ. હવે ભવિષ્યમાં તે જજ પણ બનવા ઈચ્છે છે.
હરવિન્દર કહે છે કે જ્યારે પણ તે બહાર હોય ત્યારે જે લોકો તેને ઓળખતા નથી તે લોકો તેને બાળકની જેમ ટ્રીટ કરી છે. ઘણી વખત લોકો તેને બાળક સમજીને તેમના હાથમાં ચોકલેટ આપે છે. એકવાર કોર્ટ રૂમમાં રીડરે વકીલોને એમ પણ કહ્યું હતું કે આ છોકરીને વકીલના કપડા પહેરાવીને શા માટે લાવ્યા છો? પછી તેમની સાથે રહેલા વકીલોએ જણાવ્યું કે તે પણ એક વકીલ છે.
હરવિન્દર જલંધર કોર્ટમાં ગુનાહિત કેસ લડે છે. તેણે ગયા વર્ષે એલએલબી પૂર્ણ કર્યું હતું. 23 નવેમ્બર 2020 ના રોજ તેમને ‘બાર કાઉન્સેલિંગ ઓફ પંજાબ અને હરિયાણા’ દ્વારા લાઇસન્સ અને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તે વકીલની નોકરી કરવાની સાથે જ્યુડિશિયલ સર્વિસિસની તૈયારી પણ કરી રહી છે. તેના પિતા શમશેર સિંહ ફીલૌર ટ્રાફિક પોલીસમાં એએસઆઈ છે. માતા સુખદીપ કૌર ગૃહિણી છે