
બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાની એક તસવીરે સોશ્યલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી છે, ખરેખરમાં એક્ટ્રેસની આ તસવીરો તેની પ્રેગનન્સીને લઇને છે. વેલેંટાઈન ડેના આગળના દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ લગ્ન કરનારી એક્ટ્રેસ દિયા મિર્ઝા બહુ જલ્દી મા બનવાની છે.
એક્ટ્રેસે પોતાની પ્રેગનન્સી કન્ફર્મ કરતા બેબી બંપ સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીર સામે આવ્યા બાદ બૉલીવુડ સેલેબ્સ અને ફેન્સ દિયા મિર્ઝા અને તેના પતિ વૈભવ રેખી ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
દિયા મિર્ઝાએ એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ સાથે જ તેણે બ્યૂટીફૂલ કેપ્શન પણ આપ્યું છે. ખાસ વાત છે કે હજુ લગ્ન થયાને એક મહિનો પણ નથી થયો ને એક્ટ્રેસની પ્રેગનન્સીની તસવીર ફેન્સની વચ્ચે ચર્ચા જગાવી દીધી છે.
View this post on Instagram
15 ફેબ્રુઆરીએ થયા હતા લગ્ન
વૈભવ રેખી અને દિયા મિર્ઝાએ આ વર્ષે જ દોઢ મહિના પહેલા 15 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. બનારસી સાડીમાં દિયા મિર્ઝાની બ્રાઈડલ લૂકની તસવીરો ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને મહિલા પંડિતને લઈને.
View this post on Instagram
માલદીવમાં હોલિડે પર દીયા
દિયા મિર્ઝા હાલ પતિ વૈભવ રેખી અને તેમની દિકરી સાથે માલદીવમાં હોલિડે એન્જોય કરી રહી છે. હાલમાં તેના વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેના પતિની દિકરી સાથે તેનુ ખૂબ જ શાનદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું. હવે બેબી બંપ સાથે દિયાએ જે તસવીર શેર કરી છે તે માલદીવની છે.
ઉલ્લેખનીય છે કે દિયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્ન ખૂબ જ નજીકના સંબંધીઓ વચ્ચે થયા હતા. સંબંધીઓ સિવાય બોલીવુડમાંથી અદિતિ રાવ હૈદરી, લારા દત્તા અને જેકી ભગનાની સામેલ થયા હતા.