જો તમને પીરિયડ્સ દરમિયાન ચહેરા પર ખીલ નિકળતા હોય તો અજમાવી લો આ ઘરેલુ નુસખા…..

આજકાલની ખરાબ ખાણીપીણીને કારણે કેટલાક લોકોને ચહેરા પર ખીલ થવાની સમસ્યા રહે છે. ખીલના કારણે ચહેરાની સુંદરતા ડાઘ સમાન લાગે છે. જેને સારી કરવા માટે લોકો અવનવી બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. જેનાથી ખીલ દૂર થઇ જાય છે પરંતુ ચહેરા પરના નિશાન રહી જાય છે.

આ સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ જેનાથી તમે ખીલ અને ડાઘથી છૂટકારો મેળવી શકો છો. સાથે તમારી ત્વચામાં ચમક આવી જશે.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે પીરિયડ્ય પહેલાં અથવા પીરિયડ્સ દરમિયાન ખીલ થવા. મોટાભાગની મહિલાઓને આ દરમિયાન હોર્મોન્લ ચેન્જિસને કારણે આ સમસ્યા સતાવતી હોય છે.

ખીલના કારણે ઘણી મહિલાઓને ચહેરા પર ડાઘ પણ થવા લાગે છે. એવામાં મહિલાઓ વધુ ઈરિટેટ થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે આજે અમે એવા ખાસ ઉપાય જણાવીશું. જેનાથી તમને ખીલ નહીં થાય.

જે મહિલાઓને માસિક દરમિયાન ચહેરા પર ખીલ થઈ જતા હોય તેમણે માસિક આવવાના ૭ દિવસ પહેલાં ૧ ચમચી વિનેગર અને તેમાં ૧ ચમચી પાણી મિક્સ કરી ચહેરા પર લગાવવું. આવું દિવસમાં બેવાર કરવું. આનાથી મહિલાઓને ખીલ નહીં થાય. ઘણીવખત માસિક દરમિયાન ડિહાઈડ્રેશનની સમસ્યાને કારણે પણ ખીલ થતાં હોય છે. પાણી આપણી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે.

જેથી આ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. સાથે જ ફ્રૂટ જ્યૂસ, ગ્રીન ટી અને લીંબુ પાણી જેવી હેલ્ધી ડ્રિંક્સ લેવાથી પણ ખીલની સમસ્યા થતી નથી.

પીરિયડ્સ દરમિયાન હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ દરમિયાન આહારમાં લીલાં શાકભાજી, ફળો, દૂધ, પનીર જેવી હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ અને જંક ફૂડ, તળેલા ખોરાક ખાવાથી બચવું જોઈએ. મહિલાઓને પીરિયડ્સ દરમિયાન બોડીમાં હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે.

જેના કારણે ચિડિયાપણું, પેટમાં દુખાવો, પીઠમાં દુખાવો અને ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ થાય છે. આવું સ્ટ્રેસ લેવાના કારણે પણ થતું હોય છે. જેથી મહિલાઓએ ખાસ પીરિયડ્સ દરમિયાન સ્ટ્રેસ લેવું જોઈએ નહીં.

કેટલાક અન્ય રામબાણ ઉપાયો

– તજ અને લીંબુ ખીલ માટે સૌથી અસરકારક ઉપાય છે. તજને પીસીને તેનો પાઉડર બનાવી લો. ૧/૪ ચમચી પાઉડરમાં થોડાક લીંબુના ટીંપા ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો. એક કલાક પછી તેને ધોઇ લો. ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

– લીંબુ નીચવ્યા પછી લીંબુની છાલને એકઠી કરી તેને સૂકવી દો. સૂકાવા પર તેને પીસી લો હવે તેમા એક ચમચી ચણાનો લોટ ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવી લો. અડધા કલાક પછી ચહેરાને બરાબર ધોઇ લો. ખીલ, કરચલી અને ડાઘ-ધબ્બાની સમસ્યાથી જલદી જ આરામ મળશે.

– સ્નાન કરતા પહેલા લીંબુને ચહેરા પર રગડો. હવે તેનો રસ સૂકાઇ જાય તે પછી સ્નાન કરી લો. ત્યાર પછી દર એક કલાક ચહેરા પર રસ લગાવતા રહો. જેથી થોડાક દિવસમાં ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

– લીંબુના રસમાં ગ્લિસરીન મિક્સ કરીને રગડવાથી ખીલની સમસ્યાથી કાયમ માટે રાહત મળે છે. તે સિવાય તેનાથી સન ટેનની સમસ્યા પણ દૂર થાય છે.

– અડધી ચમચી લીંબુના રસ અને હળદર લો. તેમા મીટુ અને એક ચમચી ગરમ પાણી મિકસ કરીને ગરમ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા પછી ચહેરાને બરાબર ધોઇ લો, ચહેરા પરથી ખીલ તેમજ તેના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.

– જો તમારી ત્વચા ઓઇલી છે તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મલાઇમાં થોડાક લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવી લો. સવારે ચહેરાને સાફ પાણીથી ધોઇ લો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થશે અને સાથે જ ત્વચા પરના ઓઇલની સમસ્યાથી પણ રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *