આ મંદિરમાં માત્ર દીવો પ્રગટાવવાથી થઈ જાય છે મનોઈચ્છા પૂરી..
ઉદયપુરના લાહૌલ-સ્પીતિ જિલ્લાના ત્રિલોકનાથ ગામમાં આવેલું છે ત્રિલોકીનાથ મંદિર. આ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
કારણ કે આ મંદિરમાં દીવો પ્રગટાવવાથી ભક્તોની મનોકામના પુરી થતી હોવાની માન્યતા છે.આ મંદિરની ખાસિયત એ પણ છે કે દેશનું આ એક માત્ર મંદિર છે જ્યાં બૌદ્ધ અને હિંદૂ ધર્મના લોકો એક સાથે દર્શનાર્થે આવે છે.
આ મંદિરમાં એક દીવા ઘર નામનો કક્ષ છે. જ્યાં ભક્તો જઈ અને એક દીવો પ્રગટાવી ભગવાન સમક્ષ તેમના મનની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમની મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં પૂરી થઈ જાય છે.
આ મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો ઉમટે છે. તેમના માટે 1 થી 6 કલાક સુધી રસોડા પણ ધમધમતા રાખવામાં આવે છે.