હિમેશ રેશમિયા અને તેની પત્ની સાથેનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મિડિયામા થયો વાયરલ, તમે પણ તે જોઇલો

Spread the love

“ઝલક દિખલા જા” ગીતથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદર હાજરી નોંધવનાર સિંગર હિમેશ રેશમિયા આજે કોઈ ઓળખના મોહતાજ નથી. હિમેશ રેશમિયા બોલિવૂડ સ્ટાર્સમાં એક એવું વ્યક્તિત્વ છે, જેમણે ખૂબ જ ઓછા સમયમાં નામ કમાવ્યું છે.

બોલીવુડનો આ સિંગર-એક્ટર અવારનવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. એક વર્ષમાં 36 સુપરહિટ ગીત આપીને એક સ્થાન બનાવનાર આ ગાયક-અભિનેતાની પર્સનલ લાઈફ ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બની જાય છે, પરંતુ આ વખતે હિમેશ રેશમિયા નહીં પરંતુ તેની બીજી પત્ની સોનિયા કપૂર ચર્ચામાં છે.

હિમેશ રેશમિયાએ બીજી વાર સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા છે. જેના માટે તેમણે પોતાનો 22-વર્ષનો સંબંધ તોડવાનું યોગ્ય માન્યું હતું.

જણાવી દઈએ કે સોનિયા કપૂર ઘણીવાર તેની સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે. સોનિયાની સુંદરતાના લાખો ચાહકો છે. બહુ ઓછા લોકો જાણે છે કે સોનિયા પણ એક્ટિંગની દુનિયા સાથે જોડાયેલી છે.

જનાવી દઈએ કે સોનિયા કપૂરે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે કિટ્ટી પાર્ટી (રુખસના), આ ગેલ લગ જા (પ્રીતિ), પિયા કા ઘર (શ્વેતા) અને કભી કભી (નીલુ નિગમ) માં કામ કર્યું છે.

આ ઉપરાંત તેણે ‘ફરેબ’, ‘સત્તા’, ‘કાર્બન’ અને ઓફિસર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિમેશ અને સોનિયા ઘણીવાર સોશ્યલ મીડિયા પર એકબીજા સાથેની રોમેંટિક તસવીર શેર કરે છે.

જણાવી દઈએ કે હિમેશ રેશમિયાએ જૂન 2017 માં તેની પહેલી પત્ની કોમલ સાથે છૂટાછેડા લીધા હતા.

જણાવી દઈએ કે તાજેતરમાં હિમેશ રેશમિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પત્ની સાથે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હિમેશ અને તેની પત્ની એક સાથે જોઇ શકાય છે. જેમાં તેની પત્ની સોનિયા શ્રેયા ઘોશાલ અને હિમેશના ગીત ‘જાનેમન’ પર લિપ સિંક કરતી જોવા મળી રહી છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હિમેશ અને સોનિયા વચ્ચેની લવ કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ જોડીની લવ કેમિસ્ટ્રી વિશે ઘણી કમેંટ પણ કરી રહ્યા છે. યુઝર્સ એ બંનેની જોડીને સુપરહિટ જોડી ગણાવી છે. તો બીજા એક યુઝરનું કહેવું છે કે હિમેશ અને સોનિયા તમે એક સાથે ખૂબ સારા લાગો છો.

જણાવી દઈએ કે સોનિયા કપૂરે રામાનંદ સાગરની સિરિયલ ‘શ્રી કૃષ્ણ’ માં સુભદ્રાનું પાત્ર નિભાવ્યું હતું. હિમેશના પહેલા લગ્ન કોમલ નામની છોકરી સાથે થયા હતા.

જણાવી દઈએ કે એક યૂઝરે ફની સ્ટાઈલમાં કમેંટ કરતા સોનિયા-હિમેશના વીડિયો નીચે લખ્યું કે, ‘અંકલ હેયર ને કોમ્બ પણ કર્યા કરો અને આટલા નાના અને ટાઈટ કપડા શા માટે પહેરો છો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *