10 વર્ષનાં બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, તેની કુશળતા સાંભળીને તમે પણ આચાર્યચકિત થઈ જશો

વિશ્વના દરેક દેશ કોરોના વાયરસ ના ઝપેટમાં આવી ગઈ છે. વિશ્વના લાખો લોકો દરરોજ વાયરસનો શિકાર બની રહ્યા છે. આ બધાની વચ્ચે આપણે ભારત દેશની વાત કર્યે તો ભારત આ વાઇરસના ઝપેટમાં આવી ગયું છે.

આપણા દેશમાં પણ આ વાયરસના ના કારણે દર્દીઓની સંખ્યા 6 લાખ ને પાર થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આ વાઇરસ માંથી 3 લાખ 80 હજાર સ્વસ્થ પણ થયા છે. નિષ્ણાંતો અને ડોકટરોએ જણાવ્યું હતું કે સાવચેતીના રૂપમાં લોકોએ સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરવું જોઈએ અને ઘર માં સુરક્ષિત રહેવું જોઈએ.

ભારતમાં લોકડાઉન ના કારણે લોકોનું કામ અટકી ગયું હતું અને લોકો ઘરોમાં કેદ રહેતા હતા. પોતાના ફ્રી સમય માં લોકો કંઈક ને કંઈક પ્રવુતિ કરતા રહેતા હોય છે અને તેમાં સફળ પણ જતા હોય છે. અમુક લોકો સતત પ્રયત્નો પણ કરતા રહેતા હોય છે.

તમને જણાવી દઇએ કે લોકડાઉન સમય માં ઘણાએ નવી કુશળતા પણ શિખ્યા હોય છે. આવી જ એક કુશળતા 10 વર્ષના નાના બાળકએ મેળવી હતી અને તેની કુશળતા થ લોકો ચોંકી પણ ગયા છે. તમને જણાવીએ તેની કુશળતા.

ઇંગ્લેન્ડમાં રહેતા નાદુબ ગિલ નામ ના આ નાના બાળકે લોકડાઉન સમયમાં ગણિતના પ્રશ્નોની ઘણી પ્રેક્ટિસ કરી હતી. આ બાળકે ગણિતમાં ખુબ જ કુશળતા મેળવી છે. તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે નાદુબ ગિલે 1 મિનિટ ના સમયમાં 196 ગણિતના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેનો વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

નાદુબ ઇંગ્લેન્ડમાં લોંગમૂર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. લોકડાઉનના સમયમાં તે આખો દિવસ ગણિતના પ્રશ્નોના જવાબ આપવામાં પસાર કરતો હતો. તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ માત્ર 1 મિનિટમાં 196 ગણિતના પ્રશ્નોના જવાબ આપવા બદલ નોંધાયું છે.

સૂત્રો દ્વારા જાણકારી મુજબ, આ સ્પર્ધામાં 700 ઉમેદવારો એ ભાગ લીધો હતો. નાદુબે સૌથી ઓછી મિનિટ માં જવાબ આવ્યા હતા.

તેની સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે તે ખુબ જ ખુશ છે. તેનું એક સપનું સાકાર થયું હોય એવું લાગે છે. તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાંથી એક સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના ચીફે કહ્યું હતું કે આ ખુબ જ આશ્ચર્યજનક છે.કેમ કે આ નાના બાળકે ખુબ જ નાની ઉંમરમાં ગણિતના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ ઉપરાંત, તેમણે કહ્યું હતું કે જીડબ્લ્યુઆર પરિવારે નાદૂબનું સ્વાગત પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *