તમે ક્યારેય આ કામો શનિવારે નહી કરતા, નહિતર થશે આવુ…

Spread the love

શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કરતી વખતે તેમને કાળી ચીજો ચળાવવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય છે. તે લોકોને શનિદેવની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન શનિની પૂજા કરવામાં આવે તો તેનાથી શનિ દેવના પ્રકોપથી રક્ષા થાય છે અને ગ્રહ શાંત થઈ જાય છે.

પૂજા કરવાની સાથે જ શનિવારે તમે નીચે જણાવેલા કામ કરવાથી બચો. કારણ કે આ કામો કરવાથી પૂજા કરવાનો લાભ મળતો નથી અને જીવનમાં સમસ્યાઓ આવે લાગે છે.

કાળી ચીજો ન ખરીદો:

શનિવારે કાળા રંગની ચીજો ન ખરીદો. આ દિવસે કાળા રંગની ચીજો ખરીદવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર શનિવારે કાળા રંગની ચીજો ખરીદવાથી શનિ ગ્રહ નારજ થઈ જાય છે અને જીવનમાં ઘણી મુશ્કેલી આવવા લાગે છે.

લોખંડની ધાતુ:

લોખંડની ધાતુ શનિદેવ સાથે જોડાયેલી હોય છે અને આ ધાતુ પણ શનિવારે ન ખરીદવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે લોખંડની ધાતુ ખરીદવી અશુભ છે.

પગરખાં ન ખરીદો:

શનિવારે ભૂલથી પણ પગરખા ન ખરીદો. આ ચીજો ખરીદવાથી શનિ ગ્રહ કુંડળીમાં ભારે થઈ જાય છે. શનિ ગ્રહ ભારે હોવાથી વ્યક્તિ પર શારીરિક સમસ્યાઓ આવવા લાગે છે અને તે હંમેશા પરેશાન રહી શકે છે.

મીઠું:

શનિવારે મીઠું ખરીદવું યોગ્ય માનવામાં આવતું નથી. આ દિવસે મીઠું ખરીદવાથી તમે ગરીબ બની શકો છો. શનિવારે કાળું મીઠું ખરીદવાથી બચો. મીઠું ખરીદવાને બદલે તમે જેટલું બની શકે તેટલું તમે મીઠાનું દાન કરી શકો છો. મીઠું ખરીદવા ઉપરાંત આ દિવસે કોઈ પાસેથી મીઠું ઉધારમાં પણ ન લો. મીઠું ઉધાર લેવાથી તમારા પર દેવું થવા લાગે છે.

વાળ ન કાપો:

શનિવારે વાળ કાપવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી શનિવારે તમારા વાળ કાપવાથી બચવું જોઈએ. વાળની જેમ આ દિવસે નખ પણ ન કાપવા જોઈએ.

શનિવારે જરૂર કરો આ કામ:

શનિવારે શનિદેવને સરસવનું તેલ ચળાવો અને તેની સામે તેલનો દીવો પ્રગટાવો. આ દિવસે કાળી દાળનું દાન કરો. શનિવારે લોખંડનું દાન કરવું જોઈએ. પંડિતો અનુસાર આ દિવસે લોખંડની ચીજોનું દાન કરવાથી શનિદેવ શાંત થાય છે અને જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી. આ સિવાય પૂજા કરતી વખતે શનિદેવને લોખંડની ધાતુ ચળાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *